મોરબીમાં વૈભવી કારનો તોટો જ નથી. સીરામીક ઉધોગને કારણે મોટાભાગના લોકો પાસે કાર છે. તેમાંય મોંઘી ગણાતી ઓડી સાહિતની કાર પણ ઘણા લોકોએ વસાવી છે. પણ આ વખતે મોરબીમાં મેઘરાજાએ ભુક્કા બોલાવી દીધા છે. પાંચ દિવસથી એકધારો ભારે વરસાદ પડતાં ચારેકોર પાણી પાણી થઈ ગયું હતું. જ્યાં ઓડી કાર સહિતની કાર યોર્ક થઈ હતી તે વિસ્તારમાં પાણી તળાવની જેમ ભરાય ગયા હતા. એટલે આ ઓડી કાર સહિતની કાર પાણીમાં ડૂબી ગઈ હતી. તેથી આવી મોંઘીદાટ કાર લો કે ન લો પણ આટલા પાણીમાંથી નીકળવા માટે હોડી તો વસાવી જ પડશે તેવો લોકોએ વ્યંગ કર્યો છે.