Thursday - Apr 23, 2026

માળીયાના મોટા દહીંસરા ગામે યુવકની હત્યા કરનાર ત્રણ ઝડપાયા

માળીયાના મોટા દહીંસરા ગામે યુવકની હત્યા કરનાર ત્રણ ઝડપાયા

માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે બે દિવસ પૂર્વે શેરીમાં પાણી નીકળવા જેવી સામાન્ય બાબતે પાડોશીઓ વચ્ચેની મારામારીમાં ઘવાયેલા યુવકે સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ યુવકની હત્યા કરનાર ત્રણ આરોપીઓને પોલીસે સંકજામાં લઇ વધુ એક આરોપી ઇજાગ્રસ્ત હોય હોસ્પિટલમાં મુક્ત કરાઈ તયારે ધરપકડ કરાશે તેવું પોલીસે જાહેર કર્યું હગુ.

માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામના વિવેકાનંદ નગરમાં શેરીમાં પાણી નીકળવા મામલે થયેલ ઝઘડામાં ચંદુભાઇ છગનભાઇ મકવાણાનું ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટ સારવારમાં મોત નિપજતા પોલીસે હત્યાની કલમ ઉમેરીની તપાસ હાથ ધરી હતી અને આ બનાવ અંગે મૃતક ચંદુભાઈના પત્ની નિર્મલાબેન ચંદુભાઇ છગનભાઇ મકવાણાએ આરોપી સુરેશભાઇ અવચરભાઇ ઇન્દરીયા, અરૂણભાઇ અવચરભાઇ ઇન્દરીયા, વિજયભાઇ અવચરભાઇ ઇન્દરીયા અને અશોકભાઇ અવચરભાઇ ઇન્દરીયા રહે-તમામ મોટાદહીસરા વિવેકાનંદનગર તા.માળીયા મિયાણા વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યાના આરોપી અરૂણભાઇ અવચરભાઇ ઇન્દરીયા, વિજયભાઇ અવચરભાઇ ઇન્દરીયા અને અશોકભાઇ અવચરભાઇ ઇન્દરીયાની ધરપકડ કરી હતી. જ્યારે આરોપી સુરેશભાઇ અવચરભાઇ ઇન્દરીયા ઇજાઓને કારણે હોસ્પીટલમા સારવારમા દાખલ હોય જેઓને રજા આપ્યા બાદ ધરપકડ કરવામાં આવનાર હોવાનું પોલીસે જાહેર કર્યું હતું.