મોરબી : મોરબીના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાનજી રોડ પર ગત તા.21ના રોજ સીરામીક ફેકટરીમાં મેઇન્ટેનન્સ કરી ત્રણ લોકો બેલા ચોકડી તરફ જમવા જતા હતા ત્યારે એક ટ્રેઇલર ચાલકે કારને સામેથી ટક્કર મારતા કારમાં બેઠેલા ત્રણેય વ્યક્તિઓને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ વેલઝોન સિરામિક ફેકટરીમાં રીપેરીંગ કામ પતાવી મેઇન્ટનન્સ કોન્ટ્રાકટર જગદીશભાઈ નાનજીભાઈ પરમાર તેમજ તેમના કોન્ટ્રાક્ટમાં કામ કરતા અલોકભાઈ અને અમિતભાઇ ગત તા.21ના રોજ બેલા ગામની સીમમાં આવેલ વેલઝોન સિરામિક ફેકટરીમાં રીપેરીંગ કામ કરી પોતાની કાર લઈ રાત્રીના બેલા ચોકડી તરફ જમવા જતા હતા ત્યારે જીજે -12 - બીવાય - 7931 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે પોલો સર્કલ પાસે સામેથી ટક્કર મારતા ત્રણેય લોકોને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના બનાવ અંગે ઇજાગ્રસ્ત જગદીશભાઈના પુત્ર હિતેનભાઈ જગદીશભાઈ પરમાર રહે.ધર્મમંગલ સોસાયટી,મોરબી વાળાઓએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.