હળવદ : હળવદ તાલુકાના સુંદરગઢ નજીક નદી પરના પુલ પર ગત તા.3 એપ્રિલના રોજ જીજે - 36 - એક્સ - 6038 નંબરના ટ્રક ચાલકે પુરઝડપે રોંગ સાઈડમાં પોતાનો ટ્રક ચલાવી ફરિયાદી પંકજગીરી ગુલાબગીરી ગૌસ્વામી રહે.ધ્રાંગધ્રા વાળાના જીજે - 27 - ટીજી - 7712 નંબરના આઇસર સાથે અકસ્માત સર્જતાં ફરિયાદીને પગમાં ફ્રેક્ચર થયું હતું તેમજ અન્ય સાહેદોને નાની મોટી ઇજાઓ પહોંચાડતા અકસ્માતના બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.