Wednesday - Apr 22, 2026

વાંકાનેરમાં ઘરકામ બાબતે પરિણીતાને પતિ સહિત સાસરિયાઓએ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ

વાંકાનેરમાં ઘરકામ બાબતે પરિણીતાને પતિ સહિત સાસરિયાઓએ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના તિથવા ગામે માવતર ધરાવતી પરિણીતાને પાંચ દ્વારકા ખાતે સાસરું ધરાવતા સાસરિયા છેલ્લા સત વર્ષથી શારીરિક માનસિક ત્રાસ આપતા હોય સામાજિક રાહે સમાધાનના પ્રયાસ કરવા છતાં સમાધાન ન થતા અંતે મહિલા પોલીસ મથકમાં પતિ સહિતના પાંચ સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

વાંકાનેર તાલુકાના તિથવા ગામે માવતરના ઘરે રહેતા નુસરતબેન જિયાઉદિનભાઈ બાદીએ આરોપી એવા પતિ જીયાઉદીનભાઇ અબ્દુલભાઇ બાદી, સસરા અબ્દુલભાઇ મામદભાઇ બાદી, સાસુ રોશનબેન અબ્દુલભાઇ બાદી, કાકાજી અલીભાઇ મામદભાઇ બાદી અને કાકીજી જેનમબેન મામદભાઇ બાદી રહે. બધા મુ.પાંચદ્વારકા તા.વાંકાનેર વાળાઓ ઘરકામ બાબતે શારીરીક માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.