Tuesday - Aug 18, 2026

ટંકારા નજીક કાર અને મીની ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણને ઇજા

ટંકારા નજીક કાર અને મીની ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણને ઇજા

ટંકારા : ટંકારા - ધ્રોલ હાઇવે પર ઓટાળા ગામ નજીક ગત તા.22ના રોજ બપોરના સમયે ફરિયાદી દિનેશભાઇ જેસંગભાઈ પરમાર રહે. નવાગામ ઘેડ, જામનગર વાળાના જીજે - 10 - ટીવાય - 3220 નંબરના અશોક લેલન માલવાહક મીની ટ્રક સાથે જીજે - 03 - એફડી - 5980 નંબરના સ્વીફ્ટ કારના ચાલકે અકસ્માત સર્જતાં મીની ટ્રકમાં બેઠેલા સાહેદ ઉદયસિંહ દેવીસિંહ ભંડે તેમજ ફરિયાદીના ભાણેજ દેવ ધવલભાઈ ભાલોડિયા ઉ.3 નામના બાળકને ઇજાઓ પહોચી હતી.બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.