Saturday - Apr 25, 2026

માળીયામાં બાઈક ધીમે ચાલવવા મામલે યુવાન પર છરીથી હુમલો

માળીયામાં બાઈક ધીમે ચાલવવા મામલે યુવાન પર છરીથી હુમલો

મોરબી : માળીયા મિયાણા શહેરમાં પોલીસ સ્ટેશન રોડ પર બે દિવસ પૂર્વે લગ્નપ્રસંગમાં બાઈક ધીમે ચાલવવાનું કહેનાર ફરિયાદી ગુલામ જુનુસભાઈ જેડા ઉ.વ.30 નામના યુવક પર આરોપી મયુદીન અબ્બાસભાઈ માલાણી રહે.જખરીયા પીર, વાંઢ વિસ્તાર વાળાએ છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.