Saturday - Apr 25, 2026

મોરબીના ઊંચી અને નીચી માંડલ વચ્ચે બોલેરોએ બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત

મોરબીના ઊંચી અને નીચી માંડલ વચ્ચે બોલેરોએ બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત

મોરબી : મોરબી - હળવદ હાઇવે પર ઊંચી માંડલ અને નીચી માંડલ ગામની વચ્ચે બાપા સીતારામ હોટલ સામે ગઈકાલે મકનસર ગામથી પોતાના ઘેર ગોલાસણ જઈ રહેલા બાબુભાઇ કાળાભાઈ સાવડીયા ઉ.42 નામના યુવકને જીજે - 13 - એએક્સ - 0784 નંબરના બોલેરો વાહન ચાલક આરોપી રમેશભાઈ ઈશ્વરભાઈ સુરાણી રહે.મહેન્દ્રનગર, રોયલ પાર્ક વાળાએ હડફેટે લઈ અકસ્માત સર્જતાં ગંભીર ઇજાઓ થતા બાબુભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃતકના ભાઈ મેપાભાઈ કાળાભાઈ સાવડીયા ઉ.45 રહે.ગોલાસણ ગામ તા.હળવદ વાળાની ફરિયાદના આધારે બોલેરો ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.