ટંકારા : ટંકારા - લતીપર રોડ પર ગત તા.17 જાન્યુઆરીના રોજ જીજે - 36 - એફ - 3603 નંબરના સ્વીફ્ટ કારના ચાલકે જીજે - 36 - ડબ્લ્યુ - 3076 નંબરની સીએનજી રીક્ષાને હડફેટે લઈ અકસ્માત સર્જતાં રીક્ષા ચાલક કાનાભાઈ કાથળભાઈ વેરાણા, લાભુબેન કાનાભાઈ વેરાણા અને લાભુબેન દેવરાજભાઈ વેરાણા રહે.મકનસર મોરબી વાળાઓને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચતા અકસ્માત અંગે ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે ટંકારા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.