Friday - Jul 03, 2026

મોરબીના રંગપર નજીક બાઈક સ્લીપ થવાથી શ્રમિકનું મોત

મોરબીના રંગપર નજીક બાઈક સ્લીપ થવાથી શ્રમિકનું મોત

મોરબી : મોરબીના જેતપર - રંગપર રોડ પર ગત તા.6ના રોજ રાત્રીના સમયે સનફેમ સિરામિક કારખાના નજીક એમપી - 42 - ઝેડએફ - 0492 નંબરનું બાઈક લઈને જઈ રહેલા મૂળ મધ્યપ્રદેશના વતની આરોપી પવન ઉર્ફે પિન્ટુ હરિચરણ પુરબીયાએ બાઈક ફૂલ સ્પીડમાં ચલાવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું. જેથી બાઈક પાછળ બેઠેલા મધ્યપ્રદેશના વતની તકધાર ઉર્ફે મનોજ કૃપા માંજી નામના શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અજય સદા માંજીની ફરિયાદના આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.