Saturday - May 16, 2026

ચરાડવા નજીક વિદેશી દારૂની 1188 બોટલ ભરેલી કાર રેઢી હાલતમાં મળી

ચરાડવા નજીક વિદેશી દારૂની 1188 બોટલ ભરેલી કાર રેઢી હાલતમાં મળી

હળવદ : હળવદ પોલીસે ગત રાત્રીના સમયે પેટ્રોલિંગ દરમિયાન ચરાડવા નજીક જીજે - 12 - બીઇ - 1111 નંબરની ઇનોવા કારમાં વિદેશી દારૂની હેરફેર થઈ રહી હોવાની બાતમીને આધારે દરોડો પાડતા બનાવ સ્થળે રેઢી હાલતમાં ઇનોવા કાર મળી આવતા પોલીસે કાર ચેક કરતા કારમાંથી વિદેશી દારૂની 1188 બોટલ કિંમત રૂપિયા 3,98,400 મળી આવી હતી. દરોડા બાદ પોલીસે વિદેશી દારૂ તેમજ રૂ.5 લાખની કિંમતની કાર સહિત કુલ રૂ.8,98,400નો મુદ્દામાલ કબ્જે કરી ઇનોવા કારના નંબરના આધારે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.