મોરબી : મોરબી તાલુકા પોલીસ તેમજ વાંકાનેર તાલુકા પોલીસે અલગ અલગ ત્રણ દરોડામાં લાલપર, ટીંબડી અને ઢુવા નજીક જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા ત્રણ આરોપીઓને વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લીધા હતા.
પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે ટીંબડી ગામના બસસ્ટેન્ડ પાસેથી આરોપી રાજેશભાઇ અવચરભાઈ વાઘેલા રહે.ત્રાજપર વાળાને રોકડા રૂપિયા 440 સાથે વરલીના આંકડા લખતા ઝડપી લીધો હતો. જ્યારે બીજા દરોડામાં લાલપર ગામના બસસ્ટેન્ડ પાસેથી આરોપી કાદરશા હુસેનશા શાહમદાર રહે.વીસીપરા વાળાને વરલીનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 580 સાથે ઝડપી લીધો હતો. ઉપરાંત ત્રીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે ઢુંવા નજીક ભવાની કાંટા પાસેથી આરોપી હરજીભાઈ ભનુભાઈ માથાસૂરિયાને જાહેરમાં વરલી મટકાના આંકડા લઈ જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 500 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કર્યું હતું.