Friday - Jul 03, 2026

મોરબીના જાંબુડિયા ગામેં મકાનમાં જુગાર રમતાં ૧૩ ઝડપાયા

મોરબીના જાંબુડિયા ગામેં મકાનમાં જુગાર રમતાં ૧૩ ઝડપાયા

મોરબી : મોરબી તાલુકા પોલીસે જાંબુડિયા ગામે આવેલી ધર્મસિદ્ધિ સોસાયટીમાં કિશોરભાઈ રામજીભાઈ વધોરાના રહેણાક મકાન પર બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા આરોપી કિશોરભાઈ રામજીભાઈ વધોરા, દિલીપભાઈ ચંદુભાઈ નિમાવત, જીગરભાઈ નટુભાઈ ચૌહાણ, અશ્વિનભાઈ નટુભાઈ ચૌહાણ, કિશનભાઈ ગોવિંદભાઈ વાઘેલા, દિનેશભાઈ રામગણેશભાઈ ગુપ્તા, મહેશભાઈ અશોકભાઈ સોલંકી, દેવેન્દ્રભાઈ ઓમપ્રકાશભાઈ શર્મા, હિંમતભાઈ પુંજાભાઈ ચાવડા, બળવંતભાઈ શામજીભાઈ વાઘેલા, નરેશભાઈ ભરતભાઈ ગોહિલ, હરેશભાઈ હમીરભાઈ બેડવા, અને મનોજભાઈ રામજીભાઈ મકવાણાને રોકડા રૂ. ૧,૪૫,૬૦૦ અને ૧૩ મોબાઈલ ફોન જેની કિંમત રૂ.૧,૮૫,૦૦૦ એમ કુલ રૂ. ૩,૩૦,૬૦૦ નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.