Monday - Jul 06, 2026

હળવદમાં લંગર નાખી વીજચોરી કરતા ત્રણ કારખાનેદારને દંડ ફટકાર્યા

હળવદમાં લંગર નાખી વીજચોરી કરતા ત્રણ કારખાનેદારને દંડ ફટકાર્યા

હળવદ તાલુકામાં આજે વીજ ચેકિંવ ટુકડી ત્રાટકી હતી અને વીજ ચેકીંગ દરમિયાન તાલુકાના મેરૂપર તથા સુંદરગઢ ગામ ખાતે આવેલા લાભ મિનરલ્સ, લાભ ઇન્ડસ્ટ્રીઝ તથા ઉમા મિનરલ્સ નામના કારખાનામાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવતા ટ્રાન્સફોર્મરમાં લંગર મારી મીટરને બાયપાસ કરી વીજ ચોરી કરતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્રણેય કારખાનામાં મીટર તથા ટી.સી. ઉતારી લેવામાં આવ્યું હતું અને ત્રણેય કારખાનાના માલિકોને 2 કરોડ 12 લાખ રૂપિયાના વીજ બિલ આપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.