મોરબી જીલ્લામા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખી મોરબી જીલ્લાના વિવિધ વિસ્તારોમાંથી નમુના લેવાની કામગીરી કરવામા આવેલ હતી. કુલ 21 પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. જેમા મીઠાઈના કુલ 10 નમુના લેવામાં આવેલ હતા. જેવા કે, ગુલાબ જાંબુ, ટોપરાપાક, કેસર પેંડા, મોહનથળ મેસુબ, બરફી, માવો લાડવા તેમજ ફરસાણના કુલ-14 નમુના લેવામાં આવેલ હતા. જેવા કે, પેટીસ, ફરળી ચેવડો રજવાડી ચેવડો ચવાણું, સેવ તીખા ગાંઠીયા, તેમજ ફરસાણ મીઠાઈ બનાવવા માટે વપરાતા રો મટીરીયલ જેવા કે બેસન, ઘી, તેલ, સુજી વગેરે નમુનાઓ લેવામાં આવેલ હતા.