હળવદ શહેરમાં આવેલ હીરાવાડી પાસે આજે ગુરુવારે બપોરના બારેક વાગ્યાની આસપાસ હળવદ-ધાંગધ્રા રૂટની એસટી બસ વિનોબા ગ્રાઉન્ડ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા મનુભાઈ ગોકળભાઈ લોરીયા ઉંમર વર્ષ 65 પોતાના બાઈક પર જઈ રહ્યા હતા તે વેળાએ બાઈકનો અરીસો રીક્ષા સાથે અથડાય જતાં બાજુમાં જઈ રહેલી એસટી બસના પાછળના જોટામાં આવી જતા મનુભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.