મોરબી : દિવાળીના તહેવારમાં દારૂની રેલમછેલ રોકવા પોલીસ સતર્ક બની છે ત્યારે મોરબી શહેરના શનાળા, યમુનાનગર અને જૂના ઘુટુ રોડ ઉપર પોલીસે અલગ અલગ ત્રણ દરોડામાં વિદેશી દારૂની નાની મોટી 170 બોટલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા.
પ્રથમ દરોડામાં મોરબીના શનાળા ગામે ઇન્દિરાવાસમાં રહેણાંકમાં દરોડો પાડી આરોપી સુનિલભાઈ મહેન્દ્રભાઈ દેવાણી ઉ.32 રહે.હાલ વાવડી રોડ, ઉમિયા પાર્ક વાળાને વિદેશી દારૂની નાની મોટી 144 બોટલ કિંમત રૂ. 34,248 સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા વિદેશી દારૂની આ બોટલ આરોપી સાગર ધીરુભાઈ ચાવડા રહે.રણછોડનગર અને આરોપી ઋષિરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા રહે.શક્ત શનાળા વાળા પાસેથી મેળવ્યાનુ કબુલતા ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે જુના ઘુટુ રોડ ઉપર સનગોલ્ડ સિરામિક કારખાના પાસેથી આરોપી સદામભાઈ હબીબભાઈ મોવર રહે.સો ઓરડી, ચામુંડા નગર વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 2200 સાથે ઝડપી લીધો હતો. જ્યારે ત્રીજા દરોડામાં બી ડિવિઝન પોલીસે વિસપરામા યમુનાનગર તરફ જતા રસ્તેથી આરોપી રવિભાઈ જિતેન્દ્રભાઈ પાલા રહે.લક્ષ્મીનારાયણ સોસાયટી, સેન્ટમેરી સ્કૂલ પાસે મોરબી વાળાને વિદેશી દારૂની 375 મીલી માપની 24 બોટલ કિંમત રૂપિયા 13,200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.