Wednesday - Nov 05, 2025

મોરબીમાં સરાજાહેર બાઈક સાથે બાઈક ભટકાવી યુવાનને લૂંટી લીધો

મોરબીમાં સરાજાહેર બાઈક સાથે બાઈક ભટકાવી યુવાનને લૂંટી લીધો

આંગડિયામાંથી રોકડ લઈને જતા યુવાનને છરી બતાવી રૂ. 85 હજારની લૂંટ ચલાવ્યાની ઘટનાની પાંચ દિવસ બાદ ફરિયાદ નોંધાતા આરોપીઓ હાથવેંતમાં હોવાની શક્યતા

મોરબી : મોરબી શહેરના જુના બસસ્ટેન્ડથી આંગડીયામાં આવેલ 85 હજારની રોકડ લઈ બાઈક ઉપર જતા યુવાન સાથે બાઈક અથડાવી બાદમાં સારવાર માટે લઈ જવાનું કહી અજાણ્યા માણસે દલવાડી સર્કલ નજીક રોકડ રકમની છરીની અણીએ લૂંટી લેતા પાંચ દિવસ પહેલા બનેલી આ શંકાસ્પદ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના દલવાડી સર્કલ નજીક પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બ્લોક નંબર બી -12માં રહેતા દેવમ વિકાસભાઈ રિયા ઉ.વ.19 નામના યુવાને સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, પોતે શનાળા રોડ ઉપર આવેલ સુરેશ ડી.મહેતા નામની ઓફિસમાં કામ કરતો હોય તેના શેઠે ગત તા.8 ઓક્ટોબરના રોજ જુના બસસ્ટેન્ડ નજીક સોમા કંચન નામની આંગડિયા પેઢીમાં આવેલ રૂ.85 હજાર લેવા મોકલ્યો હતો. જેથી દેવમ તા.8ના રોજ સાંજના પાંચેક વાગ્યે સોમા કંચન પેઢીમાંથી 85 હજારની રોકડ લઈને આવતો હતો ત્યારે રામચોક પાસે એક મોઢે બુકાની બાંધેલ શખ્સના બાઈક સાથે દેવમનું બાઈક અથડાતા આરોપીએ બાઈક ઉભું રખાવી પોતાને લાગ્યું છે, સારવાર માટે દલવાડી સર્કલ પાસે આવેલ સરકારી દવાખાને લઈ જા ત્યાં મારી બહેન નોકરી કરે છે તેમ જણાવતા દેવમ આરોપીના બાઇકમાં બેસી ગયો હતો.બાદમાં દલવાડી સર્કલ પાસે પહોંચતા આરોપીએ છરી બતાવી પૈસા લૂંટી લીધા હતા. જો કે, શંકાસ્પદ જણાતા આ બનાવના પાંચ દિવસ બાદ ભોગ બનનાર યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.