Tuesday - Apr 28, 2026

મોરબીના આંદરણા નજીક અજાણી સ્ત્રીની હત્યા કરી લાશ સળગાવી દેવાયાની ફરિયાદ

મોરબીના આંદરણા નજીક અજાણી સ્ત્રીની હત્યા કરી લાશ સળગાવી દેવાયાની ફરિયાદ

મોરબી : મોરબી - હળવદ હાઇવે ઉપર આંદરણા ગામ નજીક અજાણી સ્ત્રીની હત્યા કરી પુરાવાનો નાસ કરવા સ્ત્રીની લાશને સળગાવી દેવામાં આવતા ભેદભરમના આટાપાટા સર્જતી આ ઘટનામાં મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ફરિયાદી બન્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મોરબી તાલુકાના આંદરણા ગામ નજીક હરખજીભાઈ અંબારામભાઈ કુંડારિયાના ખેતરના શેઢા પાસેથી ગઈકાલે અંદાજે 45થી 50 વર્ષની ઉંમરની અજાણી સ્ત્રીની અડધી સળગેલી લાશ મળી આવતા આવતા મોરબી તાલુકા પોલીસે લાશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા તેમજ સ્ત્રીની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. ભેદભરમના આટાપાટા સર્જતી આ ઘટનામાં હાલ તાલુકા પીએસઆઇ હરેશકુમાર તિવારી ફરિયાદી બન્યા છે અને અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.