Sunday - Aug 23, 2026

મિતાણામા પવનચક્કીના ગેઇટનો નકુચો તોડી તસ્કરોએ કોપર વાયર અને પ્લેટની ચોરી કર્યાની ફરિયાદ

મિતાણામા પવનચક્કીના ગેઇટનો નકુચો તોડી તસ્કરોએ કોપર વાયર અને પ્લેટની ચોરી કર્યાની ફરિયાદ

ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા ગામની સીમમાં આવેલ પવનચક્કીમાંથી ગત તા.19 મે 2025ના રોજ અજાણ્યા તસ્કરો ગેઇટનો નકુચો તોડી કન્વર્ટર કેબિનમાંથી 15 કિલોગ્રામ કોપર વાયર તેમજ આઠ કિલોગ્રામ વજનની કોપરની પ્લેટ સહિત 25 હજારના મુદામાલની ચોરી કરી પવનચક્કીને 5 હજારનું નુકશાન પહોંચાડતા બનાવ અંગે પવનચક્કીમાં નોકરી કરતા પુનિતભાઈ પ્રેમનાથભાઈ રાવલ રહે.ધર્મભક્તિ સોસાયટી, ટંકારા વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.