વાંકાનેર: વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા આજરોજ કોમ્બિંગ નાઈટ રાઉન્ડ દરમિયાન હરસિધ્ધી હોટલ પાસે રોડ પરથી પસાર થતી મારૂતિ સ્વીફ્ટ અને મારૂતિ ઇકો કારને આંતરી તપાસ કરવામાં આવી હતી.
આ તલાસી દરમિયાન બંને વાહનોમાંથી 3,96,850 ની કિંમતનો ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી કુલ 472 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે બંને કાર અને 4 મોબાઈલ ફોન મળી કુલ રૂ. 11,09,350નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં પોલીસે ત્રણ આરોપીઓ દીપાલ મુકેશભાઈ સંખેસરીયા (વાંકાનેર), બાદલ રસીકભાઈ કાંજીયા (મોરબી) અને ઇન્દ્રજીત રાજુભાઈ ગોસ્વામી (કેરાળા, વાંકાનેર)ની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક આરોપી હરદીપભાઈ કાઠી (રહે. થાન) હાજર ન મળી આવતા તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.