Thursday - Jul 02, 2026

મોરબીમાં બિનવારસી મૃતદેહો, અન્ય દીવંગતોના અસ્થિઓનું સોમનાથ ખાતે સોમવારે સામુહીક અસ્થિ વિસર્જન

મોરબીમાં બિનવારસી મૃતદેહો, અન્ય દીવંગતોના અસ્થિઓનું સોમનાથ ખાતે સોમવારે સામુહીક અસ્થિ વિસર્જન

મોરબી : મોરબીના જલારામ ધામ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી બિનવારસી મૃતદેહો, અન્ય દીવંગતોના અસ્થિઓનું સોમનાથ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. તેથી મોરબી જલારામ ધામ, જલારામ સેવા મંડળના આગેવાનો દ્વારા બિનવારસી મૃતદેહો સહીત અન્ય દીવંગતોના અસ્થિઓનું સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવામાં આવશે.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ ધામ, જલારામ સેવા મંડળ દ્વારા   બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવામા આવે છે તે ઉપરાંત તેમના અસ્થિઓનુ સોમનાથ મુકામે ત્રિવેણી સંગમમા સામૂહીક વિસર્જન કરવામા આવે છે. ઉપરાંત જે લોકો પોતાના સ્વજનોના અસ્થિઓનુ વિસર્જન ન કરી શકયા હોય તેમના સ્વજનોના અસ્થિઓનુ વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવામા આવે છે.જે લોકો પોતાના દીવંગતોના અસ્થિ વિસર્જન કરી શકેલ ન હોય તેઓએ તા.૨૫-૧ સુધીમાં વિવિધ સ્મશાને સંસ્થા દ્વારા મુકવામાં આવેલ અસ્થિ કુંભમાં અસ્થિઓ પધારવવા સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છે. હીન્દુ ધર્મની પરંપરા દીવંગતોના મોક્ષાર્થે અસ્થિઓનુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે ત્યારે મોરબી જલારામ ધામ, જલારામ સેવા મંડળ દ્વારા તા.૨૬-૧ સોમવારના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમા સામૂહીક અસ્થિ વિસર્જન કરવામા આવશે. આથી તા.૨૫-૧ રવિવારના રોજ મોરબીના તમામ સ્મશાનેથી અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવામા આવશે જ્યાં શાસ્ત્રોક્ત વિધી સંપન્ન થયા બાદ સંસ્થાના અગ્રણીઓ સોમનાથ જવા રવાના થશે.