મોરબી : આજકાલ મોબાઈલ ટેકનોલોજીના કારણે જૂની રમતો વિસરાય રહી છે. જેમાં મોબાઈલ આવ્યા પહેલા દરેક પાન સહિતની દુકાને તેમજ ઘરોમાં એકદમ ખેલદિલીથી કેરમની રમત રમાતી. આ કેરમ રમવામાં અનેરી મજા રહેલી છે. કેરમ રસિકો કલાકો સુધી કેરમની રમતનો ભરપૂર આનંદ ઉઠાવતા પણ હવે અનેક રમતોની જેમ કેરમની રમત પણ વિસરાઈ રહી છે. કદાચ આ રમત આવનારી પેઢી માટે દંતકથા બની જાય એવી વરવી હાંકી વચ્ચે આ કેરમની રમત જીવંત કરવા માટે ગુજરાત શહેરી વિકાસના 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે મોરબી મહાપાલિકા દ્વારા મણિમંદિર સામે આવેલ રાણીબાગ ખાતે કેરમ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ અને કેરમ રસિકો સહિત 300 થી વધુ સ્પર્ધકોએ વિવિધ કેટેગરીમાં ઉત્સાહભેર ભાગ લઈ કેરમની રમતનો ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો. અલગ અલગ વય મર્યાદા મુજબ યોજાયેલી કેરમ સ્પર્ધાને નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. જેને કેરમ રમતના ત્રણ વિજેતાઓને પુરુસ્કૃત.કરી પ્રોત્સાહિત કર્યા હતી. જો કે ખેલાડીઓ એકદમ ખેલદિલીથી કેરમની રમત રમીને ઉપસ્થિત લોકોના દિલ.જીતી લીધા હતા. જો કે મોનાઇલ કરતા જેમાં સૌથી વધુ મજા આવતી હોય એવી જૂની રમતોને જીવંત કરવા મનપા અવિરતપણે સક્રિય પ્રયાસો કરી રહ્યું છે.