મોરબી: ગુજરાત ટાઇટન્સે ‘જુનિયર ટાઇટન્સ’ની ત્રીજી આવૃત્તિનો મોરબી લેગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 24 શાળાઓના 14 વર્ષથી નીચેના 1000થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં આઉટડોર રમતો અને શારીરિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો છે. મોરબી બાદ હવે આ ઇવેન્ટ અમરેલી (31 જાન્યુઆરી), આણંદ (7 ફેબ્રુઆરી) અને અમદાવાદ (14 ફેબ્રુઆરી) ખાતે યોજાશે.