Friday - Jul 03, 2026

મોરબી યુવા લેખક પરમ જોલાપરાનું પુસ્તક પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ દ્વારા વિમોચન થયું.

મોરબી યુવા લેખક પરમ જોલાપરાનું પુસ્તક પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ દ્વારા વિમોચન થયું.

મોરબી: આજરોજ યુવા લેખક પરમ જોલાપરા દ્વારા સંકલિત અને સંશોધિત પુસ્તક "વિશ્વદેવ વિશ્વકર્મા"નું થાનગઢ ખાતે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના વરદ હસ્તે વિમોચન થયું હતું, વેદો તેમજ પુરાણોના પુરાવાસભર ભગવાન શ્રી વિશ્વકર્માનું વર્ણન દર્શાવતું પુસ્તક પરમ જોલાપરા દ્વારા ૧૮ વર્ષની નાની વયે તૈયાર કરવામાં આવ્યું છે જે આજના યુવાનો માટે પ્રેરણારૂપ છે. વિમોચન સમયે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે પણ રાજીપો વ્યક્ત કર્યો હતો. અને તેમને અનેકો શુભકામનાઓ પાઠવી હતી,

મોરબી યુવા લેખક પરમ જોલાપરાનું પુસ્તક પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ દ્વારા વિમોચન થયું.

આ પુસ્તક વિમોચન પ્રસંગે એડવોકેટ મિતેષભાઈ દવે, એડવોકેટ દર્શનભાઈ દવે, એડવોકેટ કિશોરભાઈ પરમાર તેમજ જીતભાઈ નિમાવત પણ હાજર રહ્યા હતા. અને તેમને પરમભાઈ ને યુવાની કાર્યમાં આ અદ્ભુત લેખન કાર્ય બદલ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો, અને તેમને ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામના આપવામાં આવી હતી, અને પરમાભાઈના આ કાર્યની યુવાનો પ્રેરણા લે અને ભારતની સનાતન સંસ્કૃતિની સાથે જોડાયેલ કૌશલ્ય વ્યક્તિત્વની દુનિયાને ઝાંખી કરાવે તેવી અપેક્ષા પ્રગટ કરી હતી.