મોરબી : મોરબી શહેર અને માળીયા મિયાણા શહેરમા પોલીસે અલગ અલગ ત્રણ દરોડામાં વિદેશી દારૂની નાની - મોટી દસ બોટલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં બી ડિવિઝન પોલીસે નવલખી રોડ પર સેન્ટમેરી ફાટક પાસેથી આરોપી કલ્પેશ રાજેશભાઇ રાણાવડીયા રહે.વીસીપરા મોરબી વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ બીજા દરોડામાં મહેન્દ્રનગર ચોકડી પાસેથી આરોપી વિક્રમ વેલજીભાઈ ધામેચા રહે.મહેન્દ્રનગર વાળાને વિદેશી દારૂની 4 બોટલ કિંમત રૂપિયા 2148 સાથે પકડી પાડ્યો હતો.જ્યારે ત્રીજા દરોડામાં માળીયા મિયાણા પોલીસે માસુમશા પીરની દરગાહ પાસેથી આરોપી ભવદીપસિંહ નરેન્દ્રસિંહ રાઠોડ રહે.ખાખરેચી વાળાને વિદેશી દારૂની 180 મીલી માપની 5 ચપલા બોટલ કિંમત રૂ.1350 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.