મોરબી : મોરબી શહેર - જિલ્લામાં પોલીસે ગઈકાલે દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર ધોસ બોલાવી દારૂ વેચાણ અને પીવામાં અલગ અલગ 33 કેસ કર્યા હતા.જેમાં સીટી એ ડિવિઝન પોલીસે શનાળા રોડ અને રવાપર રોડ પર મોટર સાયકલમાં વિદેશી દારૂની હેરફેર કરતા ત્રણ ઇસમોને વિદેશી દારૂની નાની મોટી 19 બોટલ સાથે ઝડપી લઈ બે મોટર સાયકલ કબ્જે કર્યા હતા.
પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસે શનાળા રોડ પર હાઉસિંગ બોર્ડ ગરબી ચોકમાંથી આરોપી ઉર્વરાજસિંહ ઉર્ફે ઉર્વીશ હકુભા ઝાલા અને આરોપી મનોજભાઈ ઉર્ફે મિસ્ત્રી કિશોરભાઈ થરેચા રહે.બન્ને ન્યુ હાઉસિંગ બોર્ડ વાળાઓને એક્ટિવા નંબર જીજે - 36 - એકયું - 0041 કિંમત રૂપિયા 50 હજાર વાળામાં વિદેશી દારૂની 16 બોટલ કિંમત રૂપિયા 10,240ની હેરફેર કરતા ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
બીજા દરોડામાં આરોપી સલમાન ઉર્ફે ઢીગસિંગ ઉમેદઅલી ધારાણી રહે.લાયન્સનગર, ખોજા સોસાયટી વાળાને રવાપર રોડ પર રામેશ્વર ફાર્મ નજીક એક્સેસ મોટર સાયકલમા વિદેશી દારૂની 180 મીલી માપની 3 બોટલ કિંમત રૂપિયા 360 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.આ ઉપરાંત મોરબી જિલ્લામાં ટંકારા, વાંકાનેર, હળવદ, માળીયા મિયાણા, મોરબી તાલુકા તેમજ બી ડિવિઝન પોલીસે અલગ અલગ વિસ્તારમાં કુલ 33 દરોડામા દેશી દારૂ પીવાના તેમજ કબ્જાના કેસ કર્યા હતા.