મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અલગ અલગ બે દરોડામાં વિદેશી દારૂ સાથે લઈને નીકળેલા ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા જેમાં લાતીપ્લોટ તેમજ જેલચોક નજીક શંકાસ્પદ હિલચાલને આધારે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી સ્કોર્પિયો કાર સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
પ્રથમ કાર્યવાહીમાં એ ડિવિઝન પોલીસે લાતીપ્લોટ -2મા દરોડો પાડી આરોપી વિનોદભાઈ ભગવાનજીભાઈ કણઝારીયા અને આરોપી રમેશભાઈ કાંતિભાઈ કણઝારીયા, રહે. બન્ને માગરની વાડી, વાવડી ચોકડી, મોરબી વાળાઓને વિદેશી દારૂના 180 મીલી માપના ચાર ચપલા કિંમત રૂપિયા 400 સાથે ઝડપી લેતા દારૂની આ બોટલ આરોપીઓએ હિતેશ ઉર્ફે મોઢીયો ચંદ્રકાન્તભાઈ ધોળકિયા રહે.મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું કબુલતા ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી બે મોબાઈલ ફોન સહિત 20,400 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જ્યારે બીજા દરોડામાં એ ડિવિઝન પોલીસ મથક નજીક જેલચોક પાસે શંકાસ્પદ રીતે સ્કોર્પિયો ગાડી નંબર જીજે 11 બીઆર 500 લઈને પસાર થતા આરોપી વિપુલ ભગવાનજીભાઈ રાજપરા રહે.જોધપર નદી ગામ વાળાને અટકાવી કારની તલાશી લેતા કારમાંથી પ્લાસ્ટિકની બોટલમાં 500 મીલી વિદેશી દારૂ મળી આવતા 5 લાખની કિંમતની સ્કોર્પિયો અને રૂ.100નો દારૂ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.