Sunday - May 17, 2026

વાંકાનેરના દલડી ગામે બાજરીની ડાંડર વાઢવાની ના પાડતા ખેડૂત ઉપર હુમલો

વાંકાનેરના દલડી ગામે બાજરીની ડાંડર વાઢવાની ના પાડતા ખેડૂત ઉપર હુમલો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામે રહેતા ગોરધનભાઇ માવજીભાઈ સાપરાની વાડીમાં આરોપી ગોપાલભાઈ પેથાભાઈ જોગરાણાએ બાજરીનું વાવેતર કર્યા બાદ અગાઉ થયેલ બોલાચાલીને કારણે ફરિયાદીએ ડાંડર વાઢવાની ના પાડતા આ બાબતનો ખાર રાખી આરોપી ગોપાલભાઈએ ઝઘડો કર્યો હતો અને સાંજ નહીં પડવા દઉં તેમ કહી ધમકી આપી જતા રહ્યા હતા.જે બાદ ફરિયાદી ગોરધનભાઇ દલડી ગામથી ખેતીકામ કરી પરત આવતા હતા ત્યારે આરોપી ગોપાલભાઈ પેથાભાઈ જોગરાણા અને આરોપી ભૂરાભાઈ ભવાનભાઈ જોગરાણા રહે.બન્ને કાછીયાગાળા વાળાઓએ લાકડી વડે હુમલો કરી માથાના ભાગે ઇજાઓ પહોચાડતા આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.