Tuesday - Oct 13, 2026

મોરબીમાં વોન્ટેડ અપરાંધીનોની સ્પેશિયલ ડ્રાઇવમાં ત્રણ ફરાર આરોપી ઝડપાયા

મોરબીમાં વોન્ટેડ અપરાંધીનોની સ્પેશિયલ ડ્રાઇવમાં ત્રણ ફરાર આરોપી ઝડપાયા

હળવદ, માળિયા અને મોરબી તાલુકાના ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓ અલગ-અલગ સ્થળેથી પકડાયા

મોરબી : મોરબી જિલ્લામાં નોંધાયેલા અલગ-અલગ ગુનાઓમાં પોલીસ પકડથી દૂર રહેતા ત્રણ આરોપીઓને જિલ્લા પોલીસની વિશેષ ઝુંબેશ દરમિયાન ઝડપી લેવામાં આવ્યા છે. એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમોએ ચરાડવા, મોરબીના વીસીપરા અને ટંકારાની લતીપર ચોકડી પાસેથી આરોપીઓને પકડી સંબંધિત પોલીસ મથકોને સોંપ્યા છે.

રેન્જ આઈજીની સૂચના અને જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ 1થી 15 ઓક્ટોબર દરમિયાન નાસતા ફરતા આરોપીઓને પકડવા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમોએ બાતમી તથા ટેકનિકલ માધ્યમોની મદદથી તપાસ હાથ ધરી ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં હળવદ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા પ્રશાંતભાઈ નટવરભાઈ ચાવડાને ચરાડવા ગામેથી ઝડપી લેવામાં આવ્યા હતા. માળિયા (મીં) પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના ગુનામાં વોન્ટેડ તૈયબભાઈ ગુલામમામદ માણેકને મોરબીના વીસીપરામાંથી પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના ગુનામાં નાસતા ફરતા ઇકબાલ વલીમામદભાઈ કટારીયાને ટંકારાની લતીપર ચોકડી પાસેથી ઝડપી લેવામાં આવ્યા હતા.ત્રણેય આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ મથકોને સોંપવામાં આવ્યા છે.