મોરબી : મોરબી શહેરના ઉમા ટાઉનશીપ વિસ્તારમાં રહેતા વૃદ્ધ સાથે જમીન વિવાદ બાબતે બે શખ્સોએ ધારદાર હથિયાર વડે હુમલો કરી સમાધાન કરી લેવા દબાણ કરી હિંસક હુમલો કરી ઇજાઓ પહોંચાડવાની સાથે આખા પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતા હુમલાની આ ઘટના અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મૂળ જૂનાગઢ જિલ્લાના વતની અને હાલમાં મોરબી ઉમા ટાઇનશીપ વિસ્તારમાં રહેતા શામજીભાઈ ગોવિંદભાઇ રાણીપા ઉ.વ.65 નામના વૃદ્ધે આરોપી નટુભાઈ શામજીભાઈ કડીવાર અને આરોપી હિમતસિંહ ભાણજીભાઇ સોલંકી રહે.બન્ને મોરબી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓ સાથે ફરિયાદીને જમીન અંગે વિવાદ ચાલી રહ્યો હોય જે બાબતે સમાધાન કરી લેવાનું કહી બન્ને શખ્સોએ હુમલો કરી ધારદાર હથિયાર વડે ઇજાઓ કરી સમાધાન નહિ કરે તો આખા પરિવારને જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.