Saturday - Apr 18, 2026

હળવદ નજીક અજાણ્યા વાહન હેઠળ કચડાતા શ્રમિકનું કમકમાટીભર્યું મોત

હળવદ નજીક અજાણ્યા વાહન હેઠળ કચડાતા શ્રમિકનું કમકમાટીભર્યું મોત

હળવદ : હળવદ - મોરબી હાઇવે પર ગત તા.10ના રોજ રાત્રીના સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે રસ્તા પર ચાલીને જઈ રહેલા મૂળ ઝારખંડ રાજ્યના વતની અને હાલમાં હળવદ પંથકમાં ટાટા કંપનીના વીજપોલ ઉભા કરવાનું કામ કરતા મકસુદનસિંહ પ્રીતમસિંહ નામના શ્રમિકને હડફેટે લઈ શરીર પર ટાયર ફેરવી દેતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના આ બનાવ અંગે મૃતકના સાળા બીજલીસિંહ કેશોસિંહએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.