વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પ્રતાપરોડ પર બંધુસમાજ હોસ્પિટલ સામે આવેલી જનતા મોબાઈલ નામની દુકાનમાં દરોડો પાડી આરોપી સમીર યુનુસભાઈ ગોરી રહે.પ્રતાપ રોડ વાળાને આઇપીએલ ક્રિકેટ મેચ પર સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ ઇલેવન મેચ પર રનફેરનો જુગાર રમતા ઝડપી લીધો હતો.આરોપી મોબાઈલ ફોન નંબર 9274874752ના ધારક સાથે ફોનમાં સોદા કપાવતો હોવાનું સામે આવતા મોબાઈલ નંબર ધારકને ફરાર દર્શાવી પોલીસે રોકડા રૂપિયા 1220 તેમજ એક મોબાઈલ મળી કુલ રૂપિયા 6220નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા મુજબ બન્ને વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.