Friday - Jul 03, 2026

મોરબી નજીક બે બાઈક વચ્ચેના અકસ્માતમાં એકે જીવ ગુમાવ્યો

મોરબી નજીક બે બાઈક વચ્ચેના અકસ્માતમાં એકે જીવ ગુમાવ્યો

મોરબી : મોરબી - હળવદ રોડ પર રામકો વિલેજ નજીક ગત તા.23 માર્ચના રોજ પોતાના જીજે -02 - એસ - 5914 નંબરનું બાઈક લઈને જઈ રહેલા મૂળ પોરબંદરના કુતિયાણા ગામના વતની અને હાલ મોરબીના મહેન્દ્રનગરમાં રહેતા કિશોરભાઈ નૈનુજી રામાનંદીને જીજે - 03 - સીએચ - 1840 નંબરના બાઈક ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં કિશોરભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃતકના પુત્ર હાર્દિકભાઈ કિશોરભાઈ રામાનંદીની ફરિયાદના આધારે અકસ્માત સર્જનાર બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.