Sunday - Apr 19, 2026

દારૂ ભરેલી કાર ભગાડી મુકતા પોલીસે પીછો કરતા બુટલેગર દારૂ મૂકી ફર

દારૂ ભરેલી કાર ભગાડી મુકતા પોલીસે પીછો કરતા બુટલેગર દારૂ મૂકી ફર

વાંકાનેરના રાણેકપર નજીક ફિલ્મી દ્રશ્યો સર્જાયા, પોલીસે કાર નંબરના આધારે ગુન્હો નોંધ્યો

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂ ભરેલી ક્રેટા કારને રોકવાની કોશિશ કરતા કાર ચાલકે કાર ભગાવી મૂકી હતી અને એક બાઇકને હડફેટે લઈ બાદમાં રાણેકપર ગામમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં બિયર તેમજ દારૂનો જથ્થો રેઢી હાલતમાં મૂકી નાસી જતા પોલીસે કાર નંબરના આધારે ગુન્હો રજીસ્ટર કરી બુટલેગરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

વાંકાનેર સીટી પોલીસે વિદેશી દારૂની હેરેફેર અંગે મળેલી બાતમીને આધારે વોચ ગોઠવી હતી જેમાં હકીકત મુજબની ક્રેટા કાર નંબર જીજે - 36 - એપી - 9297 પસાર થતા પોલીસે કારને અટકાવવા પ્રયાસ કરતા કાર ચાલકે કાર ભગાવી મૂકી હતી.જો કે, કાર ચાલકે આગળ જતા જીજે - 36 - કે - 9423 વાળાને હડફેટે લઈ નુકશાન કર્યું હતું. બીજી તરફ પોલીસ પીછો કરતો હોવાનું જાણી ગયેલા બુટલેગરે આગળ જતા રાણેકપર ગામની સહકારી મંડળી પાસે ટ્રેક્ટરની ટ્રોલીમાં બિયર અને દારૂનો જથ્થો રેઢી હાલતમાં મૂકી દીધો હતો.પોલીસે બનાવ સ્થળેથી વિદેશી દારૂની નાની મોટી 1814 બોટલ તેમજ બિયરના 61 ટીન સહિત કુલ રૂપિયા 4,85,060નો મુદ્દામાલ કબ્જે કરી કાર નંબરના આધારે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.