Sunday - Jul 05, 2026

મોરબી જિલ્લામાં કાલે વિશ્વ યોગ દિવસ નિમિત્તે હજારો લોકો યોગ કરશે

મોરબી જિલ્લામાં કાલે વિશ્વ યોગ દિવસ નિમિત્તે હજારો લોકો યોગ કરશે

 મોરબી જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં આવતીકાલે 21 જૂનના જિલ્લાના તમામ પાંચ તાલુકામાં યોગ દિવસ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી અંતર્ગત ટંકારામાં તાલુકાના આર્ય વિદ્યાલય, હળવદમાં સંસ્કાર વિદ્યાલય, માળિયામાં સત્યસાઈ હાઇસ્કુલ અને વાંકાનેરમાં શાખા ગ્રાઉન્ડ અને નગરપાલિકા ટાઉન હોલ ખાતે યોગ દિનની ઉજવણી કરાશે.

યોગ ભગાવે રોગ એ સાથે રોગ મુક્ત જીવનને સાર્થક કરતા હોવાથી ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વ પણ યોગ તરફ વળે તે માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાહેરાત કરવામાં આવ્યા બાદ તમામ સ્થળોએ લોકો એક સાથે 21 મી જૂનનાં રોજ યોગ કરી વાતાવરણને પ્રફુલ્લિત કરશે. આથી કાલે 21 જૂના રોજ મોરબી જિલ્લાના તમામ પાંચ તાલુકામાં હજારો લોકો યોગની સાધના કરશે. એક દિવસ નહીં પણ હમેશા યોગ કરવાથી તન અને મનની તંદુરસ્તી પ્રાપ્ત થવાનો મેસેજ અપાશે