Saturday - May 16, 2026

2 હજારથી વધુની વસ્તી ખેતી પર જ નભતી હોવા છતાં સિંચાઈના કોઈ ઠેકાણા જ નથી

2 હજારથી વધુની વસ્તી ખેતી પર જ નભતી હોવા છતાં સિંચાઈના કોઈ ઠેકાણા જ નથી

મોરબી જિલ્લાના અન્ય ગામો કરતા વાંકાનેર તાલુકામાં સુવિધાઓની ખામી હોય અને ખાસ અગત્યની સુવિધા એવી અને જેના ઉપર રોજી રોટી હોય તેની સુવિધા ન મળે તો  ગ્રામજનો જાયે તો જાયે કહા જેવી કપરી સ્થિતિ સામે આવી છે. જેમાં વાંકાનેરનું દલડી ગામમાં 2 હજારથી વધુની વસ્તી ખેતી પર જ નભતી હોવા છતાં સિંચાઈના કોઈ ઠેકાણા જ ન હોય એમ કેનાલનું પાણી મળતું ન  હોવાથી ખેતી અને ખેડૂતો ભગવાન ભરોસે થઈ ગયા છે. ખેતી માટે સિંચાઈની સુવિધા ન હોય અને ઉપરથી ખેતી એજ ખેડૂતોની મુખ્ય જીવનશીલા હોવા છતાં સંબધિત તંત્રએ હજુ સુધી કેનાલનું  પાણી ન આપતા ગામની ખેતી વરસાદ આધારિત થઈ ગઈ છે.

વાંકાનેરના દલડી ગામન સરપંચ રૂબીયાનાબાનુ માહમદઆરીફ પરાસરાએ જણાવ્યું હતું કે,તેમનું ગામ રાજાશાહી વખતનું અને ગામની 2 હજારથી વધુની વસ્તી હોય અને વસ્તીનો મુખ્ય વ્યવસાય ખેતી હોવા છતાં ગામની ખેતી વરસાદ પર નિર્ભર છે. આથી વરસાદ યોગ્ય રીતે પડે તો ખેડૂતોને રાજીપો હોય અને જ્યારે વરસાદ ન થાય ત્યારે ખેડૂતોના ચહેરા ઉપર ઉદાસી છવાઈ જાય છે. ગામમાં સુવિધાઓમાં જોઈએ તો ગામની સુખાકારી માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ખાસ બબ્બે આંગણવાડી, 1થી8 ધોરણની પ્રાથમિક સ્કૂલ કાર્યરત હોવાથી આરોગ્ય અને શિક્ષણ તેમજ પીવાના પાણીની પણ બહેતર સુવિધાઓ છે. પાણીની કોઈ જાતની પીડા નથી.આ ગામના અંદરના રસ્તા માત્ર 50 ટકા જ સારા અને ભૂગર્ભ ગટરની યોગ્ય વ્યવસ્થા પણ કચરા નિકાલ માટે વાહન ન મળતા ગ્રામ પંચાયતને જાતે જ કચરાનો નિકાલ કરવો પડે છે. જ્યારે આ ગામને જોડતા ચાર ગામ સુધીના માર્ગ કાચા હોય એને તેને મજબૂત પાકા બનાવવાની માંગ કરી છે.