Saturday - May 16, 2026

મોરબી જિલ્લામાં 23મીએ 1,23,608 બાળકોને પોલિયોનું રક્ષણ અપાશે

મોરબી જિલ્લામાં 23મીએ 1,23,608 બાળકોને પોલિયોનું રક્ષણ અપાશે

મોરબી :  મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં પોલિયો સ્ટીયરિંગ કમિટીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓની હાજરીમાં મોરબી જિલ્લામાં આગામી તા.23 થી 25 જૂન દરમિયાન નેશનલ ઇમ્યુંનાઈઝેશન ડે નિમિત્તે મોરબી જિલ્લાના 0 થી 5 વર્ષના કુલ 1,23,608 બાળકોને જિલ્લા આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોલિયો ટીપાં પીવડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જેમાં પ્રથમ દિવસે 632 બુથ પર પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે. તેમજ બીજા અને ત્રીજા દિવસે 1161 ટીમ દ્વારા બાકીના બાળકોને ટીપાં પીવડાવવામાં આવશે. જિલ્લામાં 25 ટ્રાનઝીટ ટીમ દ્વારા રેલવે સ્ટેશન, બાદ સ્ટેશન, હાઇવે, જાહેર સ્થળ પર બાળકોને પોલિયોનાં ટીપાં પીવડાવવામાં આવશે. તેમજ મોરબી જિલ્લામાં ઔધગિક વિસ્તારમાં કારખાનાનાં બાળકો માટે 483 મોબાઈલ ટીમ પોલિયોનાં ટીપાં પિવડાવાશે.