Monday - Apr 20, 2026

આ જમીન અમારી છે, હવેથી પગ મુકતો નહિ કહી યુવાન પર લોખંડના પાઈપ, કુહાડી, ધોકા વડે હુમલો

આ જમીન અમારી છે, હવેથી પગ મુકતો નહિ કહી યુવાન પર લોખંડના પાઈપ, કુહાડી, ધોકા વડે હુમલો

હળવદના મયાપુર ગામે જમીન વિવાદમાં યુવક પર છ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ

હળવદ : હળવદ તાલુકાના મયાપુર ગામે જમીન વિવાદમાં હળવદના ટ્રાન્સપોર્ટર યુવક પર બે મહિલાઓ સહિત છ આરોપીઓએ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે.

હળવદ તાલુકાના મયાપુર ગામની સીમમાં વાડી ધરાવતા હળવદના સરા રોડ પર રહેતા ટ્રાન્સપોર્ટ યુવાન ફરિયાદી દિલીપભાઈ ધરમશીભાઈ લબકામણા પોતાની વાડીએ હતા ત્યારે આરોપી બળદેવ ભુદરભાઈ કણઝારિયા, રમીલાબેન બળદેવભાઈ કણઝારીયા, અરવિંદ હરજીભાઈ, વાસુદેવ છગનભાઇ અને અન્ય એક અજાણ્યા આરોપીએ આ જમીન અમારી છે કહી અહીં પગ મુકવો નહિ તેમ કહી ગાળો આપી કમરના ભાગે લોખંડના પાઈપથી માર મારી કુહાડી, ધોકા લઈ બોલાચાલી ઝઘડો કરતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.મહત્વનું છે કે, અગાઉ આરોપીઓએ પણ ફરિયાદી વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવ્યો હતો.