હળવદ : માળીયા મિયાણા - અમદાવાદ હાઇવે પર હળવદ તાલુકાના કવાડિયા ગામના પાટિયા પાસે જીજે - 18 - ઝેડ - 9507 નંબરની એસટી બસની ખાલી સાઈડમાં ટ્રેકટર અથડાતા ટ્રેકટર ચાલક દિનેશભાઇ લાલજીભાઇ કોળી રહે.બાઈસાબગઢ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના બનાવ અંગે એસટી બસના ડ્રાઇવર મહેન્દ્રભાઈ અર્જુનભાઈ બારીયા રહે.બામરોલી, પંચમહાલ વાળાએ ટ્રેકટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.