Monday - Apr 20, 2026

મોરબીમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના સમૂહલગ્નોત્સવમાં 8 યુગલોનું સંસારની કેડીએ પ્રયાણ

મોરબીમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના સમૂહલગ્નોત્સવમાં 8 યુગલોનું સંસારની કેડીએ પ્રયાણ

મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર આવેલા બહુચર પાર્ટી પ્લોટ ખાતે ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ મોરબી અને પ્રજાપતિ યુવા સંગઠન મોરબી દ્વારા 9મા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 જેટલા સમાજના યુગલો લગ્નગ્રંથિથી જોડાઈને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ અને મોરબી જિલ્લા સહિતની જુદી જુદી જગ્યાએથી મળેલા દાતાઓના સહયોગથી આ સમૂહલગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નવદંપતીઓને આશીર્વાદ આપવાની સાથે દીકરીઓને 100થી વધારે કરિયાવરની વસ્તુઓ આપવામાં આવી હતી. જેમાં ફ્રીજ તેમજ સોના-ચાંદીના દાગીના સહિતની 100થી વધુ ભેટો આપીને દીકરીઓને રાજીખુશીથી વિદાય આપવામાં આવી હતી. આ સમૂહલગ્નના રૂડા અવસરને સફળ બનાવવા માટે અમિતભાઈ મચ્છોયા, ભરતભાઈ જાદવ, પરેશભાઈ મંડલી, જયદીપ મચ્છોયા સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

મોરબીમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના સમૂહલગ્નોત્સવમાં 8 યુગલોનું સંસારની કેડીએ પ્રયાણ
મોરબીમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના સમૂહલગ્નોત્સવમાં 8 યુગલોનું સંસારની કેડીએ પ્રયાણ