મોરબી:હિમાચલ પ્રદેશના ચૈલ ખાતે દરિયાઈ સપાટીથી ૭૫૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા વિશ્વના સૌથી ઊંચા ક્રિકેટ ગ્રાઉન્ડ પર મોરબીની ટીમે નવો ઇતિહાસ રચ્યો છે. 'ધ રોર ક્રિકેટ ક્લબ - મોરબી' એ આ ઐતિહાસિક મેદાન પર રમાયેલી રોમાંચક શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરી વિજેતા ટ્રોફી પોતાના નામે કરી છે.
ઐતિહાસિક સિદ્ધિની મુખ્ય વિગતો જોઈએ તો.
બેવડો રેકોર્ડ:સમગ્ર ગુજરાતમાંથી આ પ્રથમ એવી ટીમ અને ખેલાડીઓ છે જેમણે આ વિશ્વપ્રસિદ્ધ મેદાન પર બે વખત રમીને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
ફાઈનલના હીરો:અંશ ભાકર: ફાઈનલ મેચમાં ૭૨ રનની ધમાકેદાર બેટિંગ કરીને 'મેન ઓફ ધ મેચ'નો ખિતાબ જીત્યો હતો,
યશરાજ સિંહ: સચોટ બોલિંગ દ્વારા વિરોધી ટીમના બેટ્સમેનોને હંફાવ્યા અને ૩ હેટ્રિક ઝડપીને જીત સુનિશ્ચિત કરી હતી,
વિજેતા ટીમને પ્રોત્સાહિત કરવા માટે એવોર્ડ વિતરણ સમારોહમાં મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ રહી હતી, જેમાં ભારતીય સેનાના મેજર કપિલ, નેશનલ મિલિટરી સ્કૂલ (ચૈલ) ના એડમિન ઓફિસર જયંત જયાલ વોટર, દિલ્હી વર્લ્ડ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ડો. અલી ખાન, ધ રોર ક્રિકેટ ક્લબના કોચ,
મોરબીનું ગૌરવ:વિશ્વના સૌથી ઊંચા મેદાન પર રમીને જીત મેળવવી એ માત્ર ટીમ માટે જ નહીં, પરંતુ સમગ્ર મોરબી જિલ્લા અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. ખેલાડીઓની આ અદ્ભુત સિદ્ધિને રમતગમત પ્રેમીઓ વધાવી રહ્યા છે.