મોરબી જિલ્લામાં અત્યારે શાંતિપૂર્ણ રીતે લોકશાહીનું પર્વ ઉજવાય રહ્યું છે. ખાસ કરીને કાળઝાળ ગરમીમાં ઘરની બહાર નીકળી શકાય એમ નથી. ત્યારે ગંભીર બીમારી ધરાવતા દર્દીઓ આવી કાળઝાળ ગરમીમાં એ પણ આઈસીયુમાંથી દર્દી સીધો જ મતદાન કરવા પહોંચે ત્યારે એના દેશના હિતમાં મતદાન કરવું એ ખૂબ જ કાબેલીદાદ છે. જેમાં મોરબીના ઉમિયા નગરમાં રહેતા એક યુવાન વહીલચેરમાં બેસીને મતદાન દેવા આવ્યા હતા. ઉમિયાનગર વિહિલચેરમાં બેસીને મતદાન કરનારના ભાઈ મનસુખભાઇએ જણાવ્યું હતું કે, આ ભાઈને શ્વાસની તકલીફ છે. એટલે થોડા દિવસ પહેલા જ હોસ્પિટલમાં આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. પણ આ ભાઈએ આજે ચૂંટણીમાં આવી ખરાબ તબિયત વચ્ચે મતદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરતા ગઈકાલે રજા દેવાયા બાદ આજે વહીલચેરમાં કોથળી સાથે રાખી નાકમાં નળી સાથે શ્વાસ લઈને મતદાન કર્યું હતું.