Saturday - May 02, 2026

મતદારોનો ઉત્સાહ વધારવા એન્જીનીયર સતા સમંદર પાર અમેરિકાથી મોરબી પહોંચી મતદાન કર્યું

મતદારોનો ઉત્સાહ વધારવા એન્જીનીયર સતા સમંદર પાર અમેરિકાથી મોરબી પહોંચી મતદાન કર્યું

 મૂળ મોરબી નિવાસી અને હાલ 20 વર્ષથી પત્ની, સંતાનો સાથે અમેરિકામાં પેટ્રોલિયમ-ડીઝલ રિચર્સ કંપનીમાં મિકેનિકલ એન્જીનીયર તરીકે જોબ કરતા પ્રશાંતભાઈ ચંદારાણા ઉ.વ.44 હાલ ખાસ લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે બાય પ્લેનથી ભારત થઈ મોરબી આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, 22 વર્ષ પહેલાં ધંધાર્થે અમેરિકા સ્થાયી થયા હોય તેમ છતાં તેમના દિલો દિમાગમાં વતન પ્રેમ આજે પણ જળવાઈ રહ્યો છે. એટલે  દેશના હિત માટે મહત્વની લોકશાહીની ચૂંટણીમાં મતદાન કરવા ગઈકાલે સાત સમંદર પાર અમેરિકાથી ભારત થઈ મોરબી આવી પહોંચ્યા છે. આજે તેમના ભાઈ અને પિતા ચલાવતા તથા 90 વર્ષના દાદી સહિતનો પરિવાર સાથે તેઓએ તેમના નિર્ધારિત મતદાન બુથ પર જઈને મતદાન કર્યું હતું. તેઓ 22 વર્ષથી અમેરિકામાં રહેતા હોવા છતાં તેમના મૂળ વતન ભારત પ્રત્યે લગાવ જરાય ઓછો નથી. એમના મનમાં આજે પણ ભારતની ખુશ્બૂ વસે છે. એટલે જ તેઓ સારી સરકાર બનવાથી એટલો વિકાસ થાય કે આગામી સમયમાં ભારત વિશ્વનો ગુરુ બને તેવી તેમની ઈચ્છા છે.