Saturday - May 02, 2026

ટંકારા ગજડી ગામે પણ ઇવીએમ દોઢ કલાક સુધી ખોટકાયું

ટંકારા ગજડી ગામે પણ ઇવીએમ દોઢ કલાક સુધી ખોટકાયું

 મોરબી જિલ્લામાં આજે અમુક મતદાન મથકોમાં ઇવીએમ મશીનમાં ટેક્નિકલ ગરબડીથી આ ઇવીએમ ખોટકાઈ જતા મતદાનમાં વિક્ષેપ પડ્યો હતો. આજે સવારથી શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા મતદાન વચ્ચે બપોરે 12 વાગ્યાની આસપાસ ટંકારાના મેઘપર ઝાલા ગામે વિઘ્ન આવ્યું હતું. જેમાં ટંકારાના મેઘપર ઝાલા ગામે મતદાન મથકમાં EVM ખોટકાયું હતું. એક વખત નહિ પણ ત્રણ ત્રણ વખત ઇવીએમ એટલે મતદાન કરવાનું મશીન જ ખોટવાતા મતદાનમાં વિક્ષેપ પડ્યો હતો. તેમજ ટંકારાના ગજડી ગામે પણ ચાલુ મતદાન કાર્ય દરમિયાન ઇવીએમ મતદાન ખોરવાયું હતું અને દોઢ કલાક સુધી મતદાનમાં વિક્ષેપ થયો હતો. તેથી મતદાન માટે કતારમાં ઉભેલા મતદાતાઓને ભારે હાલાકી પડી છે. પણ પછીથી આ બન્ને જગ્યાએ ઇવીએમ બદલાવી દેવાયા હતા.