આજે મોરબી સહિત ગુજરાતમાં લોકસભાની મહત્વપૂર્ણ ચૂંટણી હોવાથી આમ બધા મતદારોએ ખાસ્સો ઉત્સાહ દાખવ્યો હતો.સવારથી બપોર સુધી તમામ મતદાન બુથ ઉપર લાઈવ પ્રસારણ જોતા ઢીંચણ કામ નથી કરતા છતાં ડગુ મંગુ ચાલીને વૃદ્ધે મતદાન કર્યું હતું. ટંકારાના મોટા ખીજડિયા ગામના બુઝુર્ગ ભીમજી બાપાના ઢીંચણ કામ કરતા જ ન હોય લાકડીના સહારે ચાલવાના લાંબા સમયથી બીમારી ધરાવતા હોય છતાં આજ સુધી રાષ્ટ્ પ્રત્યે પ્રેમ દાખવામાંમાં ક્યારેય પણ પાછળ પડ્યા નથી. તેઓએ કઠિન પરિસ્થિતિ વચ્ચે પણ દરેક વખતે મતદાન કર્યું છે .જ્યારે મતદાનમાં સ્ત્રીઓનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. જો કે પુરુષોએ વોટ તો કર્યો જ હતો. પણ પોટ પોતાના સમયની અનુકૂળતા મુજબ. પણ લેડીઝનું એવું ન હતું. મોટાભાગના 18 વર્ષથી દીકરીઓથી માંડીને 80 વર્ષ સુધીને બુઝુર્ગ મહિલાઓ બધું જ ઘરનું કામ મૂકી પહેલા દેશ પ્રત્યેની ફરજ નીભાવવા ઘરેથી નીકળી ગયા હતા. ઘણા આવા મહિલાઓ કે દીકરીઓ ગામડે મતદાન મથક ધરાવતા હોય ઘરની સંજવારી પણ ન કાઢીને પહેલા ગામડે મત આપવા પહોંચ્યા હતા. આવી જ રીતે મોટી વયના બુઝુર્ગ મહિલાઓ પણ અનેક બીમારીઓની પરવા કર્યા બાદ મતદાન કર્યું હતું પુરુષો કરતા મહિલાઓએ વહેલાસર મતદાન કર્યા બાદ જ ઘરનું રોજીદુ કામ કર્યું હતું.