Saturday - May 02, 2026

ટંકારા પંથકમાં મૂળ વતન ધરાવતા વૃદ્ધ સહિતના લોકો ખરા બપોરે બાઇક લઈને પહોંચ્યા

ટંકારા પંથકમાં મૂળ વતન ધરાવતા વૃદ્ધ સહિતના લોકો ખરા બપોરે બાઇક લઈને પહોંચ્યા

મોરબી  જિલ્લામાં આજે સવારથી મતદાન પ્રક્રિયા પુરજોશમાં ચાલતી હોય ત્યારે લોકો ખાસ તો કાળઝાળ ગરમી તેમજ વૃદ્ધ અવસ્થાને કારણે પીડાઓ ભોગવતા તેમજ બીમારીના શિકાર બનેલા લોકો મતદાન મથકે જઈને કેવી રીતે પોતાની પવિત્ર ફરજ બજાવે છે. તે જાણવા અને તેની સાચી કાઠિયાવાડી અંદાજમાં દેશ ભાવનાને બિરદાવવા મોરબી જિલ્લાની જાણીતી વેબ પોર્ટલ આર. બી. ન્યુઝના ઓનર રવિભાઈ બરાસરા, જયભાઈ સહિતની ટિમ સાથે આજે સવારથી માઇક લઈને ગામે ગામ ફરી ઉત્સાહિત મતદારોની બેબાક વાતો દર્શાવી નિરુત્સાહ મતદારોમા મતદાન કરવાનો પ્રાણ ફૂંકી રહ્યા છે.

મોરબી જીલ્લામાં આર બી ન્યુઝના ઓનર રવિભાઈ દરેક મતદાન મથકની મુલાકાત કરી સાચી પરિસ્થિતીનું મૂલ્યાંકન કરી રહ્યા હોય ત્યારે ટંકારા પંથકમાં ફરી ગજડી ગામે પહોંચતા ગામલોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.જેમા મૂળ આ ગામના અને હાલ મોરબી રહેતા એક 70 વર્ષથી ઉપરના દાદાએ ખરા બપોરે માથે બાંધ્યા વગર ફનાટે ફનાટ બાઇકમાં આવી મતદાન કર્યું ત્યારે રવિભાઈએ પૂછ્યું કે આટલી ઉંમરે મતદાન માટે આટલો બધો જોશ કેમ ? ત્યારે એ દાદાએ કહ્યું કે દેશના હીત માટે એક એક વોટ કિંમતી છે. એટલે મારો વેડફાય જાય  એ કોઈ કાળે પરવડે નહિ દેશ હિતની વાત અવે ત્યારે  બોર્ડર પર આપણા ભારતીય સેનાના જવાનો પણ જીવ આપતા જરાય અચકતા નથી. તો અમારી સામે તડકો કે ગરમ લુ શી વિસાત ? બીજા એક રાયધનભાઈ મૈસુરભાઈ સોટીયાએ તેમજ ગામના યુવાન અને જામ ખંભાળિયા રહેતા યુવાન તેની પત્ની સાથે ખાસ150 કિમિ દૂરથી મતદાન કરવા આવ્યા હતા. અત્યારે ગામની 2 હજારની વસ્તી હોય પણ ધંધાર્થે મોરબી, રાજકોટ કે જામનગર સ્થાયી થયેલા લોકો આ ગામે આવીને 100 ટકા મતદાન થાય તેવા ઉમદા પ્રયાસો હાથ છે.