મોરબી જિલ્લામાં આજે સવારથી શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા મતદાન વચ્ચે બપોરે 12 વાગ્યાની આસપાસ ટંકારાના મેઘપર ઝાલા ગામે વિઘ્ન આવ્યું હતું. જેમાં ટંકારાના મેઘપર ઝાલા ગામે મતદાન મથકમાં EVM ખોટકાયું હતું. એક વખત નહિ પણ ત્રણ ત્રણ વખત ઇવીએમ એટલે મતદાન કરવાનું મશીન જ ખોટવાતા મતદાનમાં વિક્ષેપ પડ્યો હતો. જો કે ખાનગી સૂત્રોના જણાવ્યા મુજબ આજે સવારથી ત્રણેક વખત ઇવીએમ બગડ્યું છે અને સતત ત્રણ વખત મતદાન પ્રક્રિયા ખોરવાતા ગામલોકો હેરાન થયા હતા અને ટેક્નિકલ ખામીથી આ ઇવીએમ્મા વિક્ષેપ પડ્યો હોવાનું તારણ રજૂ કરી તંત્રએ ઇવીએમ મશીનનું રીપેરીંગ અથવા નવું બદલવાની કવાયત હાથ ધરી છે.