Sunday - May 03, 2026

મૂછે વટ દઈ સમસ્યા મુદ્દે સરકારને આડે હાથ લઇ 100 ટકા પરિવર્તન આવશે: નિરુભા જાડેજા

મૂછે વટ દઈ સમસ્યા મુદ્દે સરકારને આડે હાથ લઇ 100 ટકા પરિવર્તન આવશે: નિરુભા જાડેજા

મોરબીના સામાકાંઠે રહેતા 71 વર્ષના નિરુભા જાડેજાએ નજીકના મતદાન મથક ઉપર મતદાન કરીને સરકાર સામે જબરદસ્ત ઉભરો ઠાલવ્યો હતો. આ દાએદા જ્ઞાતિ-જાતિ તેમજ કોઈપણ રાજકીય પક્ષની તરફેણ કે વાહવાહી કરવાને બદલે તટસ્થતાથી મતદાનના અધિકારો અને સરકારી જનતા પ્રત્યેની વફાદારીની વિસ્તૃત વાત કરી હતી. તેઓએ કોઈ મુદ્દે સરકારની ટીકા નહિ પણ સમસ્યાઓ ઉકેલવામાં સરકાર નિષફ્ળ ગઈ હોવાનો બળાપો ઠાલવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મોરબી મેટ્રોસીટી બની શકે એમ છે. પણ ગંદકી, ટ્રાફિક અને એકપણ રોડ રસ્તા કે બાગ બગીચા સારા નથી. તંત્ર સુવિધાઓ આપવામાં નિષફળ ગયું છે. એટલે જ તેમણે જનતાનો મિજાજ પારખી મોંઘવારી, રોજગારી, સુવિધાઓ મુદ્દે સરકાર ઉપર આગની જેમ વરસી પડી મૂછોને તાવ દઈ આ વખતે પરિવર્તન જરૂર આવશે તેવો દાવો કર્યો હતો.