Wednesday - Apr 29, 2026

મોરબીની રાજપર શાળા દ્વારા બાળકોમાં વૃક્ષ ઉછેરની જાગૃતિ આવે તે માટેની આનોખી પહેલ

મોરબીની રાજપર શાળા દ્વારા બાળકોમાં વૃક્ષ ઉછેરની જાગૃતિ આવે તે માટેની આનોખી પહેલ

મોરબી : મોરબીના રાજપર ગામની શાળા દ્વારા બાળકોમાં વૃક્ષ ઉછેરની જાગૃતિ આવે તે માટેની આનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં જે બાળકનો જન્મદિવસ હોય તે બાળકને ઘરેથી વૃક્ષ લઈ આવી તેના શુભ હસ્તે વૃક્ષનું વાવેતર કરીને ઉછેર કરવાની જવાબદારી પણ સોંપે છે.જેથી બાળક ભવિષ્યમાં વધુને વધુ વૃક્ષ વાવીને તેનું કાળજી પૂર્વક જતન કરે.
 
મોરબીની રાજપર શાળા દ્વારા બાળકોમાં વૃક્ષ ઉછેરની જાગૃતિ આવે તે માટેની આનોખી પહેલ

મોરબીના રાજપર તાલુકા શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતા અઘારા પ્રયાન નિલેશભાઈ નામના બાળકનો આજે  જન્મદિવસ હોય શાળાની નવેતર પહેલ મુજબ તેના જન્મદિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે શાળાને એક વૃક્ષ અર્પણ કરી અને તેનું કાયમી જતન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે એ બદલ શાળા પરિવાર તેમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે. આવું સરહાનીય પગલું દરેક બાળક ભરે તે માટે આ બાબત પ્રેરણા રૂપ છે.